વૃક્ષો આપણા મિત્રો પર નિબંધ Trees are our Best Friend Essay in Gujarati

વૃક્ષો આપણા મિત્રો પર નિબંધ Trees are our Best Friend Essay in Gujarati: આજે ભારતદેશની વસ્તી 120 કરોડનો આંક વટાવી ચૂકી છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ, કોંકીટનાં જંગલો ઊભાં ક્ય. આથી હવા, પાણી અને અવાજનાં પ્રદૂષણ વધ્યાં છે. માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્ત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછે. વૃક્ષો વાવો, જીવન બચાવો.

વૃક્ષો આપણા મિત્રો પર નિબંધ Trees are our Best Friend Essay in Gujarati

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં લીલાં પાંદડાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાંને ઠંડાં પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જડ લાગે છે.

વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાંય વૃક્ષોનાં મૂળિયાં અને પાંદડાં ઔષધિ તરીકે વપરાય છે.

કેટલાંક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતાં. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતાં હતાં. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદ વરસતો. આમ, જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતાં, પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી, બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાંની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલાં વૃક્ષો કપાયાં તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ, પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે, પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે.

આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. સાથેસાથે આપણામાં વસ્તીવિરફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છે : ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળક, એક ઝાડ’ વગેરે. આ બધાં સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.

5મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન” તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચાવિચારણા થાય છે. તેમાંય વૃક્ષારોપણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન વનમહોત્સવ પણ ઊજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે. એના લીધે સૃષ્ટિસૌદર્યમાં પણ વધારો થશે. વળી, આપણા આજના જટિલ પ્રશ્નો – હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ, વૃક્ષો ઉગાડીને આપણી ધરતીમાતાએ આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો વાળી શકીશું.