ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in Gujarati

ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in Gujarati: ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે : ચોમાસુ, શિયાળો અને ઉનાળો (ગ્રીષ્મ), વસંતની વિદાય થતાં ગ્રીષ્મઋતુનું આગમન થાય છે. કવિ જયંત પાઠકે ઉનાળાની અનિશિખામો (ગાળ)ને જટા કહી છે ને ઉનાળાને અવધૂત કહીને ગ્રીખનું કેવું વર્ણન કર્યું છે!

ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in Gujarati

ગ્રીષ્મનો મધ્યાહન પર નિબંધ Summer Season Afternoon Essay in Gujarati

“રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉધાડે, અવધૂત ઝાળજટાળો.”

ગ્રીષ્મમાં સૂર્યોદય પહેલાં થોડીક ઠંડક હોય છે. એ સમયે અગાશીમાં કે ઘરના આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીના પ્રમાણ વધતું જાય છે. બપોરે તો જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવો અસહ્ય તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાય ઝાળ નીકળે છે. એને લીધે રણમાં જળનો આભાસ થાય છે તેને ‘મૃગજળ’ કે ‘ઝાંઝવાં’ કહે છે.

શહેર હોય કે ગામડું, ગ્રીષ્મની બપોરે રસ્તા સૂમસામ થઈ જાય છે. ખેડૂતો, શ્રમિકો અને વટેમાર્ગુઓ ઘટાદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. ચારાની શોધમાં નીકળેલાં પશુ પણ વૃક્ષનો છાંયડો શોધી, ત્યાં નિરાંતે બેસે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. કાળઝાળ ગરમીમાં પણ નોકરી, વ્યવસાય કરતાં લોકોને અવરજવર કરવી પડે છે. આવા વખતે પરગજુ લોકોએ ઠેરઠેર બંધાવેલી પરબો તરસ્યાઓ માટે આશીર્વાદરૂપ નીવડે છે.

બળબળતી બપોરે વેપારીઓ દુકાનો બંધ કરી ઘરભેગા થઈ જાય છે. સરકારી કચેરીઓમાં પણ કામની ગતિ મંદ પડી જાય છે. ગ્રીષ્મની બપોરે મોટા ભાગના લોકો બારીબારણાં બંધ કરીને ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરે છે. ગ્રીષ્મની બપોર એટલે આરામ કરવાનો શ્રેષ્ઠ સમય. એમાં પંખા, ઍરકૂલર અને એરકંડિશનર જેવાં સાધનો રાહતરૂપ નીવડે છે. મસ્તીખોર બાળકો પણ શાંતિથી ઘરમાં બેસીને ચેસ, કૅરમ કે કાઝ રમ્યા કરે છે અથવા ટીવી જોયા કરે છે. ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો ઠંડાં પીણાં, શરબત કે આઇસક્રીમનો સહારો લે છે.

ગ્રીષ્મની બપોરનેય પોતાનું જુદું જ સૌંદર્ય હોય છે. એની નીરવતા પણ ક્યારેક સુખદ લાગે છે. કોઈ કવિ શ્રાવણી મધ્યાનમાં અનુપમ સૌંદર્ય જોઈ ગાઈ ઊઠે છે :

‘મને ગમે અદ્ભુત ને અનન્ય
મધ્યાહ્ન આ શ્રાવણનો પ્રસન્ન.’

ક્યારેક પવનથી ઊડતી ધૂળની ડમરીઓ અને ગુલમહોરનાં લાલચટ્ટાક પુષ્પો શીખના મધ્યાહ્નની શોભા વધારે છે. બપોરે નીલા રંગના આકાશમાં ચકરાવા લેતી સમડીનું દશ્ય કેવું સુંદર લાગે છે ! ગ્રીષ્મમાં ફાલસા, સક્કરટેટી, તડબૂચ અને કેરી જેવાં સ્વાદિષ્ટ ફળો થાય છે, જે કાળઝાળ ગરમીમાં રાહત આપે છે. કાકાસાહેબ કાલેલકરે ગ્રીષ્મના મધ્યાર્નની સોંદર્યને બિરદાવ્યું છે. તેમણે એક જગ્યાએ ધોમધખતી કાળઝાળ ગરમી રેલાવતા સૂર્યને કૂતરા સાથે સરખાવ્યો છે. દોડીને હાંફી ગયેલો કૂતરો, એની લાંબી જીભ વડે લાળ વરસાવતો હોય એમ સૂર્ય ગરમી ઑકે છે. જ્યારે કવિ શ્રી જયંત પાઠકે એના રૌદ્ર રૂપની ઉપસાવતાં લખ્યું છે :

“ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.”

આપણને ગ્રીષ્મઋતુ ભલે ત્રાસદાયક લાગતી હોય, પરંતુ માનવજીવનમાં એની મહત્તા જરાય ઓછી નથી. એક સાખી છે :

“દુર્જનની કૃપા બૂરી, ભલો સજ્જનનો ત્રાસ,
સૂરજ જ્યાં ગરમી કરે, ત્યાં વર્ષાની આશ.”

સૂર્યના પ્રખર તાપથી સમુદ્રનું પાણી તપે છે. એની વરાળથી જ વાદળાં બંધાય છે. તેના લીધે જ વરસાદ પડે છે અને જનજીવન પાછું મહોરી ઊઠે છે. ગ્રીષ્મના આકરા તાપ વિના જીવનને શાતા આપનારી વર્ષાનું આગમન શક્ય જ નથી.