અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati

અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati: ગ્રીખના આકરા તાપથી એ કળાયેલા લોકો વર્ષના આગમનની ચાતકનજરે રાહ જુએ છે, ના કાશમાં એકાદ વાદળી નજરે પડતાં જ લોકોનાં મન થનગની ઊઠે છે.

અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati

અતિવૃષ્ટિ નો પ્રકોપ પર નિબંધ Heavy Rainfall Essay in Gujarati

વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વર્ષની સવારી આવે છે ત્યારે બધે આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે, મોર કળા કરી ખાનંદ વ્યક્ત કરે છે. દેડકાં ‘ડ્રાંઉં, . ડ્રાંઉં…’ કરવા લાગે છે. કોયલ ‘કુછું . મુહૂ… ‘ કરતાં ટેકી ઊઠે છે. આમ, સૌ આનંદપૂર્વક વર્ષનું સ્વાગત કરે છે.

નમો જ મીઠી લાગતી વર્ષો જ્યારે રોદ્ર રૂપ ધારણ કરે છે, ત્યારે ધરતી પર ભારે ઊથલપાથલ મચી જાય છે. વરસાદ જ્યારે શંકરના તાંડવ નૃત્યની જેમ માઝા મૂકીને તૂટી પડે છે ત્યારે સર્જનના સ્થાને વિનાશ, આનંદના સ્થાને શોક અને ઉલ્લાસના સ્થાને નિરાશા ફરી વળે છે, વષનું ઉમંગભેર સ્વાગત કરનાર માનવી વનેિ ખમૈયા કરવા વિનવે છે. આમ, અતિવૃષ્ટિથી લીલા દુકાળનો ભય ઊભો થાય છે. જળ અને સ્થળમાં જે વષ પ્રાણસંચાર કરનાર છે, તે જ્યારે પ્રાણસંહાર કરનાર બની બેસે ત્યારે કલાપીની પંક્તિનો સ્મરણે ચઢે છે :

‘જે પોષતું તે મારતું, એ ક્રમ દીસે શું કુદરતી ?’

વષત્રિાતુમાં જ્યારે ઘનઘોર વાદળાં ચડી આવે, દિવસો સુધી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતો રહે, સૂર્યદેવના દર્શન દુર્લભ બને ત્યારે બધે જળબંબાકાર થઈ જાય છે. પુરને લીધે નીચાણવાળાં સ્થળોમાં પાણી ભરાઈ જાય છે. કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે. વહેતા પાણી સાથે લોકોની ઘરવખરી તણાઈ જાય છે. કેટલાંય તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ જાય છે. અનેક મનુષ્યો અને પશુઓ વર્ષાના રોદ્ર સ્વરૂપનો ભોગ બને છે. સરિતા લોકમાતાનું વાત્સલ્ય તજીને પ્રલયકારી ચંડિકાનું રૂપ ધારણ કરે છે. પ્રચંડ પૂરનાં પાણી કેટલાંય ગામડાંનો નાશ કરે છે. ખેતરોનો પાક ધોવાઈ જાય છે. નદીઓના ધસમસતા પ્રવાહને લીધે કેટલાક પુલો તૂટી પડે છે, રેલવેના પાટા ધોવાઈ જાય છે, પાકા રસ્તાઓ પર ઠેરઠેર મોટાં ગાબડાં પડે છે. આથી વાહનવ્યવહાર તથા રેલવ્યવહાર ખોરવાઈ જાય છે. ટેલિફોનના થાંભલા ઊખડી જતાં સંદેશાવ્યવહાર ખોરવાઈ જાય છે. વીજળીના થાંભલા તૂટી પડતાં બધે અંધારપટ છવાઈ જાય છે. ચારે બાજુ ભયંકર વિનાશનાં દશ્યો નજરે પડે છે. કુદરતના રૌદ્ર સ્વરૂપથી માનવી ત્રાહિમામ ત્રાહિમામ્ પોકારી ઊઠે છે. ચંદ્રલોકને સર કરનારો માનવી આવા કુદરતી પ્રકોપ સામે નિઃસહાય બની જાય છે.

પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ વખતે માનવીની માનવતા જાગી ઊઠે છે. પૂરપીડિતોને બચાવવા, સહાયભૂત થવા લોકો રાહતકાર્યમાં જોડાઈ જાય છે. સામાજિક સંસ્થાઓ અને સરકાર પાણીમાં સપડાયેલા લોકોને ફૂડ-પેકેટ્સ પહોંચાડે છે. પૂરમાં ફસાયેલા લોકોને હોડીઓ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવે છે. નિ:સહાય લોકોને સરકારી મકાનો કે શાળાઓમાં આશ્રય આપવામાં આવે છે. તેમને અનાજ, કપડાં અને દવા પહોંચાડવામાં આવે છે. તેમને મકાન બનાવવા માટે અને ધરવખરી ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. કાદવકીચડ અને મૃતદેહોને ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે થાય છે. રોગચાળો ફેલાય નહિ તે માટે ઠેરઠેર દવાનો છંટકાવ કરવામાં આવે છે.

અતિવૃષ્ટિથી નદીઓમાં પૂર આવે છે અને વિનાશ વેરતું વહી જાય છે, એના કરતાં નદીઓ પર બંધ બાંધવામાં આવે તો નકામું વહી જતું પાણી રોકી શકાય અને દુષ્કાળને હંમેશ માટે વિદાય આપી શકાય. આપણે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે તે પ્રમાણસર વરસે અને સોને સદા હેમખેમ રાખે.