દાન ભારતીય સંસ્કૃતિની વિશેષતા પર નિબંધ Donation Culture in India Essay in GujaratI

દાન ભારતીય સંસ્કૃતિની વિશેષતા પર નિબંધ Donation Culture in India Essay in Gujarati OR Dan Bharatiya Sanskrtini Vishesata Gujarati Nibandh: મનુષ્યજન્મ અતિ મૂલ્યવાન છે. મનુષ્યજન્મને સાર્થક કરવા માટે ધર્મપરાયણ અને નીતિપરાયણ જીવન જીવવું જોઈએ. આપણે આપણા માટે જ નહિ, પરંતુ અન્યના કલ્યાણ. માટે પણ કાર્ય કરવું જોઈએ. દાનથી વ્યક્તિની અને સમાજની સેવા થાય છે.

દાન ભારતીય સંસ્કૃતિની વિશેષતા પર નિબંધ Donation Culture in India Essay in GujaratI

દાન ભારતીય સંસ્કૃતિની વિશેષતા પર નિબંધ Donation Culture in India Essay in GujaratI

ભારતીય સંસ્કૃતિમાં દાનનો ઘણો મહિમા છે. કબીરે પણ કહ્યું છે :

“પાની બાઢે નાવમેં, ઘરમેં બાઢ દામ; દોનોં હાથ ઉલીચીએ, યહી સાધુકા કામ.”

દાનેશ્વરી કર્ણ સવારના પહોરમાં આંગણે આવેલા સાધુને તે જે માગે તે વિના સંકોચે દાનમાં આપી દેતો. ઇન્દ્ર શા માટે ક્વચ-કુંડળ માગે છે તે જાણતો હોવા છતાં તેણે પોતાના રક્ષક સમાં કવચ અને કુંડળ ઈન્દ્રને વિના સંકોચે દાનમાં આપી દીધાં હતાં. દેશભક્ત ભામાશાએ દેશની રક્ષા કરવા માટે પોતાનું સઘળું ધન રાણા પ્રતાપને ચરણે ધરી દીધું હતું.

દાન અનેક પ્રકારનાં હોય છે : અન્નદાનથી ભૂખ્યાંની સેવા થાય છે. તૈત્તરીય ઉપનિષદમાં અન્નને બ્રહ્મ કહ્યું છે, ભૂખ્યાંને માટે અન્નદાન શ્રેષ્ઠ દાન છે. રક્તદાનથી કોઈની મૂલ્યવાન જિંદગી બચી જાય છે. જ્ઞાનદાનથી વ્યક્તિ અને સમાજને જીવનનો સાચો માર્ગ સાંપડે છે. નેત્રદાનથી અંધને દૃષ્ટિ મળે છે અને તે પોતાનો વિકાસ સારી રીતે કરી શકે છે. વિદ્યાદાનથી વ્યક્તિમાં સારું-નરસું સમજવાની વિવેકશક્તિ કેળવાય છે અને વ્યક્તિ તેમજ સમાજનો વિકાસ થાય છે.

દેશનાં અનેક શહેરો અને ગામડાઓમાં મંદિર, મસ્જિદો, દેવળો, દેરાસરો, ઇસ્પિતાલો, શાળાઓ, ધર્મશાળાઓ, છાત્રાલયો વગેરેનું નિર્માણ અનેક લોકોનાં દાન દ્વારા થયેલું છે. આપણી પાસે જે ધન છે તેમાંથી થોડું પણ જો સમાજના ઉત્કર્ષ માટે, દુ:ખી લોકોની સેવા માટે વપરાય નહિ તો તે ધન વ્યર્થ છે. સમાજનાં સારાં કામો માટે માણસ જો ધનનું દાન ન કરે તો તેનું ધન કાંકરા સમાન છે. વિદ્વાન વિદ્યાનું દાન ન કરે તો તેની વિદ્યા ભારરૂપ છે. સૂર્ય, ચંદ્ર, તારા, નદી, વૃક્ષ, દૂધાં જ આપણને કંઈ ને કંઈ આપવાનો સંદેશ આપે છે.

દાન આપનારે લેઈ પણ જાતના બદલાની અપેક્ષા વિના નિઃસ્વાર્થભાવે નમ્રતાપૂર્વક દાન કરવું જોઈએ. ‘ઈશ્વરે મને આપ્યું છે તો હું આવું છું’ એવા નમ્ર ભાવથી દાન કરવું જોઈએ. દાન આપનારે પોતાની પ્રસિદ્ધિની આશા રાખવી ન જોઈએ કે મનમાં દાન કર્યાનું અભિમાન પણ રાખવું ન જોઈએ. કહેવાય છે કે, જમણા હાથે કરેલાં દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, “તું તારી આવકનો દસમો ભાગ દાનમાં વાપરજે.’ આપણે અન્નદાન, વસ્ત્રદાન, રકતદાન, વિદ્યાદાન, નેત્રદાન વગેરેનો મહિમા સમજીએ અને તેને આચરણમાં મૂકીએ. આપણી પાસે જે છે તેમાંથી આપણે કુટુંબ, સમાજ અને દેશસેવાનાં કામોમાં કંઈક વાપરીએ અને આત્મસંતોષ મેળવીએ. તલના લાડુમાં સિક્કાઓ રાખીને દાન અપાય છે તેમ આપણે પણ ‘ગુપ્ત દાન’ કરીએ .